‘શરતો માનો નહીંતર માદુરો કરતાં ખરાબ હાલત કરીશું’
નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ પ્રશાસન હવે વેનેઝુએલામાં સત્તા સંચાલનને લઈને બેવડી રણનીતિ અપનાવી રહ્યું છે
January 5, 2026
International
નવી દિલ્હી, તા.૫, વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વેનેઝુએલાના નવા વચગાળાના પ્રમુખ અને તત્કાલિન ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝ પ્રત્યે અત્યંત કડક અને ધમકીભર્યું વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જાે રોડ્રિગ્ઝ અમેરિકાના કહ્યા મુજબ કામ નહીં કરે, તો તેમણે માદુરો કરતાં પણ મોટી કિંમત ચૂકવવી પડશે.અમેરિકન મેગેઝિન ‘ધ એટલાન્ટિક’ને આપેલા ઇન્ટરવ્યુમાં, ટ્રમ્પે કહ્યું, “જાે તે (રોડ્રિગ્ઝ) એ નહીં કરે જે અમેરિકા વેનેઝુએલા માટે સાચું માને છે, તો તેણે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે, કદાચ માદુરો કરતાં પણ વધારે.” આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલામાં સત્તાના સંતુલનને લઈને અનિશ્ચિતતાનો માહોલ છે. જાેકે, ટ્રમ્પના આ નિવેદનમાં મોટો વિરોધાભાસ પણ જાેવા મળ્યો છે. માત્ર એક દિવસ પહેલાં જ, તેમણે દાવો કર્યાે હતો કે અમેરિકી વિદેશ મંત્રી માર્કાે રુબિયોની રોડ્રિગ્ઝ સાથે વાતચીત થઈ છે અને તે અમેરિકાની શરતો પર કામ કરવા માટે તૈયાર છે. ટ્રમ્પે ત્યારે કહ્યું હતું કે રોડ્રિગ્ઝ વેનેઝુએલામાં લોકોના જીવનસ્તરને સુધારવા માટે અમેરિકાની સલાહ માનવા તૈયાર છે.બીજી તરફ, ડેલ્સી રોડ્રિગ્ઝે ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. તેમણે માદુરોને બળજબરીથી હટાવવાની આકરી ટીકા કરી છે અને અમેરિકા પાસે માંગ કરી છે કે માદુરોને તાત્કાલિક વેનેઝુએલા પાછા મોકલવામાં આવે. રોડ્રિગ્ઝના આ વલણથી અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. ‘ન્યૂયોર્ક પોસ્ટ’ને આપેલા અન્ય એક ઇન્ટરવ્યુમાં પણ ટ્રમ્પે કડક સંદેશ આપતા કહ્યું, “જાે રોડ્રિગ્ઝ તે કરે છે જે અમે ઇચ્છીએ છીએ.
Sponsored
Mobile Ad