વાપીથી ચાઈનીઝ દોરીની ફેક્ટરી ચલાવતો આરોપી ઝડપાયો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિરેન પટેલે ગુજરાતભરમાં વ્યાપક નેટવર્ક ઊભું કર્યું હતું

January 12, 2026
Gujarat
વાપીથી ચાઈનીઝ દોરીની ફેક્ટરી ચલાવતો આરોપી ઝડપાયો
અમદાવાદ,તા.૧૨, ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરીને લઈને પ્રતિબંધ છે. તેમ છતાં અમુક લોકો આ દોરીનું વેચાણ કરતા હોય છે. જાેકે આ વખતે ઉત્તરાયણના ૨ દિવસ પહેલા જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા વિરેન બાબુભાઈ પટેલ નામના યુવક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ યુવક દાદરા નગર હવેલીના સેલવાસામાં અવૈધ રીતે ચાઈનીઝ દોરી બનાવતી ફેક્ટરી ચલાવતો હતો.ફેક્ટરીમાંથી રૂપિયા બે કરોડથી વધુની કિંમતની ચાઈનીઝ દોરી, મશીનરી અને કાચો માલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ફેક્ટરીને સીલ કરી દીધી છે અને વિરેન પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ સમગ્ર સપ્લાય ચેઈન અંગે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિરેન પટેલે ગુજરાતભરમાં વ્યાપક નેટવર્ક ઊભું કર્યું હતું.તપાસ અનુસાર તેણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કુલ ૯૫ જગ્યાએ પ્લાસ્ટિક થ્રેડ અને ચાઈનીઝ દોરીનો સપ્લાય કર્યો હતો. અગાઉ અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્એ સાણંદ, બાવળા, કોઠ, આણંદ સહિતના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરી જપ્ત કરી હતી. આ તપાસ દરમિયાન વિરેન પટેલનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું હતું. વિરેન પટેલ છેલ્લા ૨૦ દિવસથી ફરાર હતો, પરંતુ અમદાવાદ ગ્રામ્ય SOG ટીમે વાપીમાં સર્વેલન્સ ગોઠવીને અંતે તેની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિરેન પટેલ દાદરા નગર હવેલીના સેલવાસામાં અવૈધ રીતે ચાઈનીઝ દોરી બનાવતી ફેક્ટરી ચલાવતો હતો. અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્ની ટીમે આ ફેક્ટરીમાંથી રૂપિયા બે કરોડથી વધુની કિંમતની ચાઈનીઝ દોરી, મશીનરી અને કાચો માલ જપ્ત કર્યો છે. પોલીસે ફેક્ટરી સીલ કરી દીધી છે અને વિરેન પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
Sponsored
Mobile Ad
વાપીથી ચાઈનીઝ દોરીની ફેક્ટરી ચલાવતો આરોપી ઝડપાયો | Divya Gujarat