અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસના ઘર પર હુમલો

આ મામલે પોલીસ દ્વારા એક શંકાસ્પદની ધરપકડ થઈ

January 5, 2026
International
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસના ઘર પર હુમલો
નવી દિલ્હી, તા.૫, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસના ઘર પર સોમવારે હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં તેમના ઘરની બારીઓને નુકસાન પહોંચ્યું છે.  ઘટનાને લઈને એવી માહિતી સામે આવી છે કે પોલીસે એક શંકાસ્પદની ધરપકડ પણ કરી છે. જાેકે અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિના ઘર પર હુમલો થયાની આ ઘટના હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. આ ઘટના સિનસિનાટીના ઈસ્ટ વોલનટ હિલ્સ સ્થિત જે.ડી. વેંસના આવાસ પર બની છે, જે વિલિયમ હોવર્ડ ટૈફ્ટ ડ્રાઈવ પર છે.સ્થાનિક સમય પ્રમાણે રાતે ૧૨:૧૫ વાગ્યે યુ.એસ. સિક્રેટ સર્વિસે હુમલાને લઈને પોલીસને જાણ કરી હતી. સિનસિનાટી પોલીસે ડિસ્પૈચરે FOX19 Now ને જણાવ્યું કે સિક્રેટ સર્વિસે એક વ્યક્તિને પૂર્વ દિશા તરફ ભાગતો જાેયો હતો. બાદમાં પોલીસને બોલાવવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે એક શંકાસ્પદને ઝડપી પાડ્યો છે, જે મામલે પોલીસ તપાસ કરી રહી છે.સ્થાનિક મીડિયા દ્વારા જે પણ માહિતી સામે આવી છે, તેમાં જેડી વેન્સના ઘરની બારીઓના કાંચ તૂટેલા દેખાય છે. જાેકે, હજુ આ મામલે કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી. એક અધિકારીએ સીએનએનને જણાવ્યું કે અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે કે આ હુમલો શા માટે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઘટનાને લઈને હાલ સ્થાનિક પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઘટના સમયે જે ડી વેન્સનો પરિવાર ઘરમાં ન હતો. હાલ જે પણ માહિતી સામે આવી છે, તે પ્રમાણે અધિકારીઓને એવું નથી લાગતું કે હુમલો કરનાર વ્યક્તિ જે ડી વેન્સના ઘરમાં ઘુસ્યો હતો.
Sponsored
Mobile Ad