ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને ચૂંટણી પંચની નોટિસ
દક્ષિણ કોલકાતાના જાદવપુર વિસ્તારની એક શાળાએ બંને ભાઈઓને SIR મામલે AERO અધિકારી સામે હાજર થવા આદેશ આપ્યા છે
January 5, 2026
Sports
નવી દિલ્હી, તા.૫, ચૂંટણી પંચે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી અને તેના ભાઈને SIRની પ્રક્રિયામાં ગરબડના કારણે નોટિસ પાઠવી છે. દક્ષિણ કોલકાતાના જાદવપુર વિસ્તારની એક શાળાએ બંને ભાઈઓને SIR મામલે AERO અધિકારી સામે હાજર થવા આદેશ આપ્યા છે. જાેકે શમી વિજય હઝારે ટ્રોફીની મેચ માટે હાલ બંગાળની ટીમ તરફથી રાજકોટમાં છે. રિપોર્ટ અનુસાર મોહમ્મદ શમી અને તેના ભાઈના SIRના ફોર્મમાં ગરબડ મળી છે. નોંધનીય છે કે SIR બાદ ચૂંટણી પંચે ૧૬મી ડિસેમ્બરે બંગાળના મતદારોની ડ્રાફ્ટ યાદી જાહેર કરી હતી. જે બાદ હવે જેમના નામ કપાઈ ગયા છે તેમની સુનાવણી ચાલી રહી છે. નોંધનીય છે કે મોહમ્મદ શમીનો જન્મ ઉત્તર પ્રદેશના અમરોહામાં થયો હતો. જાેકે તેઓ ઘણા વર્ષથી કોલકાતામાં જ રહે છે અને તે કોલકાતા નગર નિગમના ૯૩ નંબરના વોર્ડના મતદાર છે. શમી હાલ ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે. હાલમાં જ ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શમીને સ્થાન આપવામાં આવ્યું નથી. છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફીમાં શમી ભારતીય ટીમમાં રમતો જાેવા મળ્યો હતો. તે બાદથી જ રાષ્ટ્રીય ટીમમાં તેને સ્થાન આપવામાં આવ્યું નથી. જાેકે તે સતત ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે. વિજય હઝારે ટ્રોફીમાં બંગાળની ટીમ તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે. તે આઈપીએલમાં લખનૌની ટીમ તરફથી રમતો જાેવા મળશે.
Sponsored
Mobile Ad