ભારતની ચીમકી બાદ ઈલોન મસ્કનું એક્સ પર ‘સફાઈ’ અભિયાન શરૂ

ભારતે ૭૨ કલાકમાં એક્સ પાસેથી રિપોર્ટ માગ્યો હતો

January 5, 2026
National
ભારતની ચીમકી બાદ ઈલોન મસ્કનું એક્સ પર ‘સફાઈ’ અભિયાન શરૂ
નવી દિલ્હી, તા.૫, માઇક્રોબ્લોગિંગ સાઈટ એક્સ પર કેટલીક અશ્લિલ સામગ્રી પોસ્ટ કરીને બદનામી કરાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. ભારત સરકારે આ મામલે ઈલોન મસ્કના પ્લેટફોર્મ એક્સને કડત ચીમકી આપી હતી. ત્યારબાદ મસ્કે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને સફાઈ અભિયાન હાથ ધર્યું છે. એક્સને ગેરકાયદે અને અશ્લિલ કન્ટેન્ટ માટે ઝીરો ટોલરન્સ પોલિસી અમલમાં મૂકી છે. જેમાં ગ્રોક આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)ના દુરૂપયોગથી કરાતી પોસ્ટ સામે પણ કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરાયો છે. ભારતે ૭૨ કલાકમાં એક્સ પાસેથી કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો હતો.ભારત સરકારની ચીમકીના બીજા જ દિવસે એક્સ પર સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. મસ્કના પ્લેટફોર્મે કહ્યું કે, એઆઈનો દુરૂપયોગ તથા અશ્લિલ કન્ટેન્ટ પોસ્ટ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. આટલું જ નહીં વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનાર યુઝરનું એકાઉન્ટ બેન કરવા સુધીના પગલાં લેવામાં આવશે. જરૂર જણાશે તો એક્સ સ્થાનિક સરકાર તેમજ કાયદાકીય એજન્સીઓ સાથે સહયોગ પણ કરશે. એક્સના ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ એકાઉન્ટ મારફતે આ નિવેદન જાહેર કરાયું હતું. જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, જે લોકો અશ્લિલ કન્ટેન્ટ ઉપલોડ કરે છે.
Sponsored
Mobile Ad