ગુજરાતમાં હાર્ટ જમાવી દે તેવી આકરી ઠંડીની આગાહી કરાઈ
આગામી ૨૪ કલાકમાં તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો સીધો ઘટાડો થવાનો છે અને ગુજરાતીઓ કહેતા જાેવા મળશે
December 22, 2025
Gujarat
અમદાવાદ, તા.૨૨, ફુલગુલાબી ઠંડીનો અહેસાસ સૌ ગુજરાતીઓ વહેલી સવારે કરી રહ્યા છે. પરંતુ હવે ફુલગુલાબી નહીં પણ હાર્ટથીજવતી ઠંડી માટે તૈયાર રહેજાે. કારણ કે આગામી ૨૪ કલાકમાં આકરી ઠંડીની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ અને ગાંધીનગરના લોકોએ તો વધારે સાવધાન રહેવું પડશે. તો રાજ્યના અન્ય ભાગોમાં પણ કડકડતી ઠંડી અનુભવાશે. સવારે સ્વેટર પહેરીને ઊઠો, બપોરે પંખો ચાલુ કરો અને સાંજે ફરી કંબલ શોધો. જી હા... આ છે ગુજરાતની ફુલ કન્ફ્યુઝનવાળી ઠંડી. પણ હવે ધ્યાન રાખજાે, કારણ કે હવે ફુલ ગુલાબી ઠંડી નહીં પણ ગુજરાતમાં હાર્ટથી જમાવી દે તેવી આકરી ઠંડી આવવાની છે.હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી ચેતવણી આપી છે. આગામી ૨૪ કલાકમાં તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો સીધો ઘટાડો થવાનો છે અને ગુજરાતીઓ કહેતા જાેવા મળશે. અરે, કશ્મીર જેવો અહેસાસ થઈ રહ્યો છે. સવાર પડે એટલે હાથ ઘસતા ઘસતા ચા પીવાની ફરજ, રાતે સુઈએ એટલે રજાઈની શોધ. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડી પોતાનું પૂરું ફોર્મ બતાવાની તૈયારીમાં છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૭ દિવસ રાજ્યનું વાતાવરણ રહેશે સુકું. એટલે કે, વરસાદ નહીં, પણ ઠંડી તમને સુકવી નાખશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૭.૨ ડિગ્રી રહેવાની શક્યતા, ગાંધીનગરમાં ૧૬.૫ ડિગ્રી તાપમાનની આગાહી છે. એટલે કે, આ બન્ને શહેરોમાં સ્વેટર, શાલ અને જાકેટ ફૂલ ઓન મોડમાં રાખજાે.છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ઠંડી લાગી છે, જૂનાગઢના કેશોદને જ્યાં ૧૨.૮ ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે સૌથી વધુ લઘુત્તમ તાપમાન ઓખામાં ૨૨ ડિગ્રી નોંધાયું. હવામાન વિભાગની સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આવતા દિવસોમાં પવન બદલાશે અને સાથે જ ઠંડીનો મારો વધુ તેજ બનશે.
Sponsored
Mobile Ad