ભારતે 78000 કરોડના સંરક્ષણ સોદાને આપી મંજૂરી

રાજનાથ સિંહની અદ્યક્ષતામાં પ્રસ્તાવને મંજૂરી મળી

December 29, 2025
National
ભારતે 78000 કરોડના સંરક્ષણ સોદાને આપી મંજૂરી
નવી દિલ્હી, તા.૨૯, ચીન અને પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ જવાની છે, કારણ કે, કેન્દ્ર સરકારે ભૂમિસેના, નૌસેના અને વાયુસેનાને વધુ અત્યાધુનિક બનાવવા માટે ૭૯૦૦૦ કરોડના હથિયારો અને સિસ્ટમો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અદ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. આ ર્નિણય ભારતની સૈન્ય તૈયારીઓના ભાગ રૂપે ખૂબ જ મહત્ત્વનો મનાઈ રહ્યો છે. પ્રસ્તાવ મુજબ, થલસેના માટે અત્યાધુનિક હથિયારો અને ડ્રોન વિરોધી સિસ્ટમ ખરીદવામાં આવશે. ભારતની ત્રણેય સેનાઓ માટે નવા શસ્ત્રો અને સાધનોની ખરીદી અંગે ર્નિણય લેનારી સર્વોચ્ચ સંસ્થા ‘રક્ષા અધિગ્રહણ પરિષદે’ અનેક મહત્ત્વના પ્રસ્તાવને મંજૂરી આપી છે.થલસેના માટે શું  ખરીદવામાં આવશે?પ્રસ્તાવ મુજબ, ભારતીય થલસેના માટે ‘લોઇટર મ્યુનિશન સિસ્ટમ’ ખરીદાશે. આનાથી દુશ્મનના મહત્ત્વના ઠેકાણાઓ પર સરળતાથી હુમલો કરી શકાશે. આ ઉપરાંત ‘લો-લેવલ લાઇટ વેટ રડાર’ ખરીદવાની પણ મંજૂરી મળી ગઈ છે. આ રડારથી સરહદ પર ઉડતા કોઈપણ નાનાથી લઈને મોટા ડ્રોનને સરળતાથી શોધી શકાશે અને તેનો નાશ કરી શકાશે. એટલું જ નહીં તેનાથી ડ્રોનને ટ્રેક પણ કરી શકાશે. ભારતનું સ્વદેશી પિનાક રૉકેટ લોન્ચર માટે ‘લૉન્ગ રેન્જ ગાઇડેડ રૉકેટ’ તૈયાર કરવામાં આવશે. આનાથી તેની રેન્જ વધવાની સાથે ચોકસાઈ પણ વધશે. આનાથી છેક દૂર રહેલા દુશ્મનના ઠેકાણાને સરળતાથી ટાર્ગેટ કરી શકાશે. ડીલમાં ઇન્ટિગ્રેટેડ ડ્રોન ડિટેક્શન એન્ડ ઇન્ટરડિક્શન સિસ્ટમ Mk-II નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ દુશ્મનોના ડ્રોનને સરળતાથી ઓળખી તેનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે.નૌસેના માટે શું ખરીદવામાં આવશે?આ સંરક્ષણ સોદાના કારણે નૌસેનાની તાકાતમાં પણ વધુ વધારો થશે. નૌસેના માટે બોલાર્ડ પુલ ટગ્સ ખરીદવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ટગ્સ શક્તિશાળી નાનું જહાજ હોય છે અને તે મોટા જહાજાેને મદદ કરે છે. ગમે તેટલું મોટું જહાજ હોય તેને ખસેડવામાં ટગ્સ ખૂબ જ ઉપયોગી છે. ટગ્સ મોટા જહાજને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવામાં ક્ષમતા ધરાવે છે. યુદ્ધ વખતે ‘હાઇ ફ્રીક્વન્સી સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયો’ એટલે કે સંદેશાવ્યવહાર માટેની આ સિસ્ટમ ખૂબ જ મહત્ત્વની હોય છે. જાે કોઈ ડેટા કે અવાજ સુરક્ષિત મોકલવો હોય તો તેનો ઉપયોગ થાય છે. આનાથી છેક દૂર સુધી સંદેશ મોકલી શકાય છે.ડીલમાં HALE ડ્રોનનો પણ ઉલ્લેખ છે. આ ડ્રોન ખૂબ જ ઊંચાઈ પર ૨૪ કલાકથી વધુ સમય સુધી સતત ઉડી શકે છે. આ ડ્રોનમાં હિંદમહાસાગરમાં સતત દેખરેખ રાખવાની, ગુપ્ત માહિતી આપવાની અને દરિયાઈ સુરક્ષા મજબૂત કરવાની ક્ષમતા છે.વાયુસેના માટે શું ખરીદવમાં આવશે?સંરક્ષણ ડીલ હેઠળ ભારતીય વાયુસેનાને અત્યાધુનિક ‘ઓટોમેટિક ટેક-ઑફ અને લેન્ડિંગ રૅકોર્ડિંગ સિસ્ટમ’થી સજ્જ કરવામાં આવશે. આ સિસ્ટમ દરેક ઉડાનની હાઇ-ડેફિનેશન રૅકોર્ડિંગ કરે છે. જાે કોઈ દુર્ઘટના બને અથવા ટેકનિકલ ખામી આવે, તો આ રૅકોર્ડિંગ દ્વારા ચોક્કસ કારણ જાણી શકાય છે અને ભવિષ્યમાં સુરક્ષા વધારી શકાય છે. તે દરેક ઋતુમાં કામ કરવા માટે સક્ષમ છે. વાયુસેનાને Astra Mk-2 મિસાઇલ પણ આપવામાં આવશે. આ મિસાઇલ છેક દૂર દેખાતાં દુશ્મનના વિમાનનો તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય બોમ્બને સ્માર્ટ બોમ્બમાં ફેરવી શકતી ગાઇડેન્સ કીટ SPICE-100 પણ વાયુસેનાને મળશે. આ કિટ લગાવ્યા બાદ બોમ્બ જીપીએસ અને લેઝર ગાઇડન્સની મદદથી દુશ્મનના ચોક્કસ ઠેકાણા પર પડે છે.
Sponsored
Mobile Ad