વેનેઝુએલા પર અમેરિકાના હુમલા અંગે ભારતે પ્રથમ પ્રતિક્રિયા આપી
વેનેઝુએલા મુદ્દે ભારતની પ્રથમ પ્રતિક્રિયા: વાતચીતના માધ્યમથી શાંતિપૂર્ણ સમાધાન લાવે તમામ પક્ષે
January 4, 2026
International
વેનેઝુએલા,તા.૪, વેનેઝુએલા પર અમેરિકાના હુમલા અંગે ભારતે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરી વેનેઝુએલાના ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી છે અને તમામ પક્ષોને શાંતિની અપીલ કરી છે. વેનેઝુએલાની પરિસ્થિતિ પર ભારતની સતત નજર છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે, કે વેનેઝુએલામાં વર્તમાન ઘટનાક્રમ ચિંતાનો વિષય છે. અમે બદલાતી પરિસ્થતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. વેનેઝુએલાના લોકોના હિત અને સુરક્ષાનું અમે સમર્થન કરીએ છીએ. તથા તમામ સંબંધિત પક્ષોને અપીલ કરીએ છીએ કે વાતચીતના માધ્યમથી શાંતિપૂર્ણ રીતે સમાધાન લાવે. જેથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે. કારાકાસમાં ભારતીય એમ્બેસી સતત ભારતીય લોકો સાથે સંપર્કમાં છે. નોંધનીય છે કે અગાઉ ભારત સરકારે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. વેનેઝુએલામાં રહેતા ભારતીયોને ગેરજરૂરી યાત્રાથી બચવા સલાહ આપવામાં આવી હતી. અમેરિકાની સેનાએ વેનેઝુએલાના સૈન્ય અડ્ડા પર ભીષણ હુમલો કર્યો. જે બાદ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને કેદ કરી લેવાયા. અમેરિકાની સેના તેમને વિશેષ વિમાનમાં ન્યૂયોર્ક લઈ ગઈ. અમેરિકા સતત વેનેઝુએલા પર ડ્રગ્સની હેરાફેરી અને નાર્કો આતંકવાદનો આરોપ લગાવતું રહ્યું છે. બીજી તરફ વેનેઝુએલાનો આરોપ છે કે અમેરિકાની આ કાર્યવાહી માત્રને માત્ર ક્રૂડ ઓઈલના ખજાના પર કબજાે કરવા માટે છે. વેનેઝુએલા પર અમેરિકાની કાર્યવાહીનો સંયુક્ત રાષ્ટ્રએ પણ વિરોધ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રના સચિવ એન્ટોનિયો ગુટેરેસે અમેરિકાની કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે આ ખતરનાક ઉદાહરણ પૂરું પાડશે. મહાસચિવના પ્રવક્તા સ્ટેફાન દુજારિકે કહ્યું છે, કે આ સૈન્ય કાર્યવાહીથી ક્ષેત્રીય સ્તરે ગંભીર અને ચિંતાજનક અસરની આશંકા છે. આ પ્રકારના ઘટનાક્રમ એક ખતરનાક ઉદાહરણ ઊભું કરે છે. દુનિયાના તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું સન્માન કરવું જાેઈએ. અત્યંત ચિંતાની વાત છે કે આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરવામાં આવ્યો. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં સભ્ય દેશો સામેલ થશે.
Sponsored
Mobile Ad