મોદીએ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો

50 દેશોના 135 થી વધુ વિદેશી મહેમાનો અને ભારતના 13 રાજ્યોના 65 પતંગોત્સવમાં ભાગ લીધો હતો

January 12, 2026
Ahmedabad
મોદીએ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો
અમદાવાદ, તા.૧૨, પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે તેઓ જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ સાથે ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. જેના બાદ બંને મહાનુભાવો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ કાઈટ ફેસ્ટિવલ ખાતે પહોંચ્યા હતા.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં આજે ત્રીજાે દિવસ છે. આજે પીએમ મોદી જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરી હતી અને સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ૨૦૨૬ નો શુભારંભ કરાવ્યો. જર્મન ચાન્સલર ફેડરિક મર્જ પણ ઉપસ્થિત રહ્યા. ૫૦ દેશોના ૧૩૫ થી વધુ વિદેશી મહેમાનો અને ભારતના ૧૩ રાજ્યોના ૬૫ જ્યારે ગુજરાતના ૧૬ જિલ્લાઓના ૮૭૧ પતંગબાજાેએ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લીધો. રશિયા, કોલમ્બિયા, રીપબ્લિક ઓફ કોરિયા, ઇન્ડોનેશિયા જેવા જુદા જુદા દેશોથી પતંગબાજાે રિવરફ્રન્ટ પહોંચ્યા છે. તેઓ અમદાવાદની યજમાની સ્વીકારી ખુશ જાેવા મળ્યા. ઘણા પતંગબાજાે છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદમાં યોજાતા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં હાજરી આપવા આવે છે. ભારતના પ્રધાનમંત્રીના આગમનને લઇ વિદેશી મહેમાનો પણ ઉત્સાહમાં જાેવા મળ્યા.ઇન્ડોનેશિયાના પતંગબાજાેએ અનોખી રીતે પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાનું ચિત્ર પતંગ ઉપર કંડાર્યું કર્યું. એક મહિનાની સતત મહેનતથી પતંગ તૈયાર કરી. તેમણે ઢઈઈ ૨૪ કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું કે સાત વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત અને ઇન્ડોનેશિયાની મિત્રતાની શુભકામના પાઠવવા ઇન્ડોનેશિયા ગયા હતા. આજે તેઓ ભારતમાં પ્રધાનમંત્રી ને મળે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા પહોંચી ગયા છે. ઁસ્ના પ્રવાસને લઈને તમામ જગ્યાએ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Sponsored
Mobile Ad