સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની આપી ચીમકી

કલેક્ટર આ વાતથી ફરી જવાથી સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા છે અને સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડવાની વાત સાંસદે કરી છે

December 25, 2025
National
સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની આપી ચીમકી
નર્મદા,તા.૨૫, ૭૫ લાખના તોડના આક્ષેપોના વિવાદમાં નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે.સાંસદે ધારાસભ્ય પર ૭૫ લાખ રૂપિયાનો ‘તોડ’ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. સાંસદના જણાવ્યા મુજબ, જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ પોતે જિલ્લાપ્રમુખ નીલ રાવની હાજરીમાં આ વાત સ્વીકારી હતી, જાેકે ગઈકાલે જ્યારે ચૈતર વસાવાએ કલેક્ટરને મળીને આ બાબતે સ્પષ્ટતા માગી ત્યારે કલેક્ટરે આવી કોઈપણ માગણી થઈ હોવાનો ઇનકાર કર્યો હતો. કલેક્ટર આ વાતથી ફરી જવાથી સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા છે. અને સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડવાની વાત સાંસદે કરી છે. આ ઘટનાની વાત કરીએ તો સમગ્ર મામલાની શરૂઆત સાંસદ મનસુખ વસાવાએ કરેલા આરોપ બાદ શરૂ થઈ હતી. સાંસદે આરોપ લગાવ્યો હતો કે નર્મદા જિલ્લામાં યોજાયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પાસે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ૭૫ લાખની લાંચ માંગી હતી. મનસુખ વસાવા પ્રમાણે જિલ્લા કલેક્ટર (એસ કે મોદી) એ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની હાજરીમાં આ વાતની જાણ સાંસદને કરી હતી. સાંસદ મનસુખ વસાવાના આરોપ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આ બાબતે ખુલાસો માંગ્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી દ્વારા ધારાસભ્ય ચૈતરભાઈ દ્વારા આવી કોઈ માંગણી કરી હોવાની વાતને નકારી કાઢી હતી. કલેક્ટરના આ નિવેદન બાદ સાંસદ મનસુખ વસાવા લાલધૂમ થઈ ગયા છે અને તેમણે આરોપ લગાવ્યો કે કલેક્ટર ચૈતર સાથે મળી સત્ય છુપાવી રહ્યાં છે.આ અંગે વાત કરતા ગુસ્સામાં સાંસદે કહ્યુ, ‘ચૈતર વસાવાએ અધિકારીઓને ડરાવીને પૈસા માંગ્યા હતા.
Sponsored
Mobile Ad
સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની આપી ચીમકી | Divya Gujarat