ભારતની ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી
રાજ્યસભા સાંસદનો દાવો, RBI અને નાણા મંત્રાલય કેટલીક નોટો પર રવીન્દ્રનાથ ટાગોર અથવા એ.પી.જે. અબ્દુલ કલામની તસવીરો મૂકવા પર વિચાર કરી રહ્યા છે
December 23, 2025
National
નવીદિલ્હી,તા.૨૩, મનરેગા (MNREGA) નું નામ બદલવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે એક નવો વિવાદ ઊભો થયો છે. CPI રાજ્યસભા સાંસદ જાેન બ્રિટાસે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો છે કે, સરકાર ભારતીય ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી કરી રહી છે. સાંસદ જાેન બ્રિટાસે મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે, કરન્સી નોટો પરથી ગાંધીજીની તસવીર હટાવવા માટેનું પ્રારંભિક પ્લાનિંગ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે, ‘ઉચ્ચ સ્તરે આ અંગે પ્રથમ તબક્કાની ચર્ચા પણ થઈ ગઈ છે. આ માત્ર અટકળો નથી, પરંતુ દેશના પ્રતીકોને ફરીથી લખવાના એક મોટા ષડયંત્રનો ભાગ છે. સરકાર ગાંધીજીના બદલે ભારતની વિરાસત દર્શાવતા અન્ય પ્રતીકો લાવવા પર વિચાર કરી રહી છે.‘વર્ષ ૧૯૯૬માં જ્યારે ‘મહાત્મા ગાંધી સિરીઝ‘ની નોટો બહાર પાડવામાં આવી, ત્યારથી જ ગાંધીજીની તસવીર ભારતીય કરન્સી પર કાયમી બની ગઈ છે. જાેકે, ૨૦૨૨માં જ્યારે એવી ચર્ચાઓ ઉઠી હતી કે નોટો પરથી ગાંધીજીનો ફોટો હટાવી દેવામાં આવશે, ત્યારે RBIએ આ અહેવાલોને સદંતર ફગાવી દીધા હતા. સેન્ટ્રલ બેન્કે ત્યારે સત્તાવાર નિવેદન આપતા સ્પષ્ટ કર્યું હતું કે, ગાંધીજીની તસવીર બદલીને અન્ય કોઈ વ્યક્તિનો ફોટો મૂકવાનો કોઈ જ પ્રસ્તાવ નથી. આ સ્પષ્ટતા એવા સમયે કરવી પડી હતી જ્યારે મીડિયામાં એવા દાવા થયા હતા કે RBI અને નાણા મંત્રાલય કેટલીક નોટો પર રવીન્દ્રનાથ ટાગોર અથવા એ.પી.જે. અબ્દુલ કલામની તસવીરો મૂકવા પર વિચાર કરી રહ્યા છે.હવે આ વિવાદ ફરી એકવાર ત્યારે વકર્યો છે જ્યારે સરકારે ‘મનરેગા‘નું નામ બદલીને તેને ‘રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ)‘ એટલે કે VB-GRAM G બિલમાં ફેરવી દીધું છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર દરેક જગ્યાએથી ગાંધીજીનું નામ ભૂંસી નાખવા માટે જ આ બધું કરી રહી છે. આ વિવાદ એવા સમયે ઊભો થયો છે જ્યારે સરકારે ‘મનરેગા‘(MNREGA)નું નામ બદલીને ‘રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ)‘ એટલે કે VB-GRAM G બિલ રજૂ કર્યું છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર દરેક જગ્યાએથી ગાંધીજીનું નામ હટાવવા માંગે છે. ચલણી નોટોના વિવાદની સાથે જાેન બ્રિટાસે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
Sponsored
Mobile Ad