રોહિત શર્માની વાઇફ રિતિકાએ મુંબઈમાં ખરીદ્યો આલીશાન ફ્લેટ
ફ્લેટની કિંમત આશરે 26.30 કરોડ જણાવાઈ રહી છે
January 12, 2026
Sports
નવી દિલ્હી, તા.૧૨, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ પોતાના નવા ઘરને લઈને ભારે ચર્ચામાં છે. રિતિકાએ તાજેતરમાં મુંબઈમાં એક નવો ફ્લેટ ખરીદ્યો છે. રોહિત-રિતિકાનું આ નવું ઘર પ્રભાદેવી સ્થિત અહૂજા ટાવર્સમાં છે. તેના આ નવા ઘરની કિંમત આશરે ૨૬.૩૦ કરોડ રૂપિયા જણાવાઈ રહી છે. રિતિકાએ આ નવા એપાર્ટમેન્ટની ડીલ ગત વર્ષે ડિસેમ્બરમાં કરી હતી, ત્યાર બાદ તેણે આશરે ૧.૩૧ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડી છે. એવામાં આવો જાણીએ કે, રિતિકાના નવા રાજમહેલમાં કઈ કઈ ખાસિયતો છે.રિતિકાનું આ નવું ઘર હાઈરાઇઝ બિલ્ડિંગમાં છે. તેના આ નવા ઘરની સાથે ત્રણ ગાડીઓ માટે પાર્કિંગનો સ્લોટ પણ મળે છે. જ્યારે રિતિકાના આ ઘરના કાર્પેટ એરિયાની વાત કરીએ તો તે ૨૭૬૦ સ્ક્વેર ફૂટ છે. જે ઘણું મોટું કહી શકાય. રિતિકાએ જે ટાવરમાં પોતાનું ઘર લીધું છે તે વર્લી, લોઅર પરેલ અને બીકેસીથી બિલકુલ નજીક છે. આ ઉપરાંત તેના ઘરેથી સી લિંક પણ બિલકુલ નજીક છે. એ જ કારણ છે કે, રિતિકાનું નવું ઘર બિલકુલ પ્રાઇમ લોકેશનમાં છે. એટલું જ નહીં, આ બિલ્ડિંગમાં રોહિત શર્માએ પહેલા પણ એક ફ્લેટ ખરીદી રાખ્યો છે. રોહિત શર્માનું એ ઘર પણ ખૂબ જ આલિશાન છે. જે ૨૯મા ફ્લોર પર આવેલો છે. રોહિત શર્માના આ ઘરની સૌથી મોટી ખાસિયત એ છે કે, અહીંથી ૨૭૦ ડિગ્રી વ્યૂ મળે છે. દરવાજાે ખોલતા જ ઘરની સામે અરબ સાગર જાેવા મળે છે. એવામાં હવે રિતિકાએ પણ આ બિલ્ડિંગમાં નવું ઘર ખરીદ્યું છે. રોહિત શર્માની પત્ની રિતિકા પણ એક વર્કિંગ વુમન છે. રિતિકાએ લાંબા સમય સુધી સ્પોર્ટ્સ મેનેજમેન્ટનું કામ કર્યું છે. આ ઉપરાંત રિતિકા કોર્નરસ્ટોન નામની એક પીઆર એજન્સી પણ ચલાવે છે, જેમાં તે બોલીવુડના ઘણાં સ્ટારનું મેનેજમેન્ટ સંભાળે છે. આ યાદીમાં સારા અલી ખાન, અનન્યા પાંડે, વરુણ ધવન અને વિજય દેવરકોંડા સહિતના નામ સામેલ છે. એ જ કારણ છે કે, રિતિકાની વાર્ષિક કમાણી કરોડોમાં છે.
Sponsored
Mobile Ad