દેશની પ્રથમ બુલેટ ટ્રેન ૧૫ ઑગસ્ટ 2027 થી દોડશે

૫ ફેઝમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે ટ્રેનની શરૂઆત થશે

January 1, 2026
National
દેશની પ્રથમ બુલેટ ટ્રેન ૧૫ ઑગસ્ટ 2027 થી દોડશે
નવી દિલ્હી, તા.૧, દેશમાં બુલેટ ટ્રેનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૭ ના રોજ દેશમાં પહેલી બુલેટ ટ્રેન દોડશે. મહત્વની વાત એ છે કે, ૫ ફેઝમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે ટ્રેનની શરૂઆત થશે. ભારતીય રેલ્વેના ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડવાની તારીખ જાહેર કરી છે. દેશની પ્રથમ હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ કોરિડોર પર દોડશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં આ જાહેરાત કરી હતી, જેમાં ગુજરાતમાં કાર્યરત થનારા પ્રથમ સેગમેન્ટ, સુરતથી વાપી સુધી, લગભગ ૧૦૦ કિમીને લક્ષ્ય બનાવ્યું હતું.૫ ફેઝમાં બૂલેટ ટ્રેન દોડશે  સૌપ્રથમ સુરતથી બિલિમોરા વચ્ચે ટ્રેન દોડશે. બીજા ફેઝમાં વાપીથી સુરત વચ્ચે દોડશે. ત્રીજા ફેઝમાં વાપીથી અમદાવાદ વચ્ચે દોડશે. ચોથા ફેઝમાં થાણેથી અમદાવાદ સુધી ટ્રેન દોડશે. અંતિમ ફેઝમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે બુલેટ નવા વર્ષના પહેલા દિવસે, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે સુરત-બિલીમોરા સેગમેન્ટ પહેલા ખુલશે. આ પછી વાપી-સુરત સેગમેન્ટ, પછી વાપી-અમદાવાદ સેગમેન્ટ, પછી થાણે-અમદાવાદ કોરિડોર અને છેલ્લે મુંબઈ-અમદાવાદ કોરિડોર શરૂ થશે. મુંબઈ-અમદાવાદ કોરિડોર પર દોડતી દેશની પ્રથમ હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન ૧૫ ઓગસ્ટ, ૨૦૨૭ સુધીમાં કાર્યરત થવાની ધારણા છે. સ્વતંત્રતા દિવસ સાથે જાેડાયેલી આ તારીખનું વિશેષ મહત્વ છે. હવે લક્ષ્ય ૨૦૨૭ છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન ૧૫ ઓગસ્ટ, ૨૦૨૭ સુધીમાં તૈયાર થઈ જશે. મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર (MAHSR) ૫૦૮ કિમી લાંબો છે, જેનો મોટાભાગનો ભાગ એલિવેટેડ વાયડક્ટ્સ પર છે. જાપાનની શિંકનસેન ટેકનોલોજી પર આધારિત, આ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં બાંધકામ મોખરે છે, જ્યાં ઘણા નદી પુલ અને સ્ટીલ પુલ પૂર્ણ થઈ ગયા છે. ટ્રાયલ રન ૨૦૨૬ માં શરૂ થવાની ધારણા છે, જેમાં પ્રથમ પ્રોટોટાઇપ ટ્રેન ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ટ્રાયલ માટે તૈયાર છે. ગુજરાતમાં સુરત-વાપી અથવા સુરત-બિલીમોરા સેગમેન્ટ પર પ્રથમ કોમર્શિયલ રન શરૂ થશે. સમગ્ર કોરિડોર ૨૦૨૯ સુધીમાં કાર્યરત થવાની ધારણા છે, જે મુંબઈથી અમદાવાદ સુધીની મુસાફરીનો સમય ઘટાડીને ફક્ત ૨ કલાક અને ૭ મિનિટ કરશે. મુસાફરોને ઝડપી, સલામત અને આરામદાયક મુસાફરી પૂરી પાડવા ઉપરાંત, આ પ્રોજેક્ટ ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય શહેરોને જાેડીને આર્થિક વિકાસને પણ વેગ આપશે.
Sponsored
Mobile Ad