ભારત જેવું કોઈ નથી, પીએમ મોદી-ટ્રમ્પની મિત્રતા વાસ્તવિક છે
અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે સંકેત આપ્યો કે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારી વધુ મજબૂત થવા જઈ રહી છે
January 12, 2026
International
નવી દિલ્હી, તા.૧૨, ભારતમાં અમેરિકી રાજદૂતનું પદ સંભાળ્યા બાદ સર્જિયો ગોરએ ભારત-અમેરિકાની રણનીતિક ભાગીદારીને લઈને મોટું નિવેદન આપ્યું છે. આ સિવાય તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મિત્રતાનો પણ ઉલ્લેખ કર્યો છે. સર્જિયો ગોરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદીની મિત્રતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ટ્રમ્પ અને મોદીની મિત્રતા રિયલ છે. ગોરે પીએમ મોદીને ટ્રમ્પના ‘Dear Friend‘ ગણાવ્યા અને કહ્યું કે બંને નેતાઓ વચ્ચે આપસી વિશ્વાસ અને સન્માન છે. તેમણે કહ્યું કે અમેરિકાના નેતૃત્વવાળી નવી વૈશ્વિક પહેલ પેક્સસિલિકા (pax sillica) માં ભારતને પૂર્ણ સભ્યના રૂપમાં સામેલ થવા માટે આગામી મહિને આમંત્રિત કરવામાં આવશે. આ જાહેરાત બંને દેશો વચ્ચે તકનીક, સપ્લાય ચેન અને રણનીતિક સહયોગની દ્રષ્ટિએ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.સર્જિયો ગોરે જણાવ્યું કે પેક્સિલિકા અમેરિકા દ્વારા પાછલા મહિને શરૂ કરવામાં આવેલી એક રણનીતિક પહેલ છે. તેનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ ખનિજાે, ઉર્જા, ઇનપુટ, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ સાથે જાેડાયેલી એક સુરક્ષિત, સમૃદ્ધ અને ઇનોવેશન-આધારિત સિલિકોન સપ્લાય ચેન તૈયાર કરવાની છે. તેમણે જણાવ્યું કે આ પહેલલમાં પહેલા જ જાપાન, દક્ષિણ કોરિયા, યુનાઇટેડ કિંગડમ અને ઇઝરાયલ સામેલ થઈ ગયા છે અને હવે ભારતને પણ આ સમૂહમાં પૂર્ણ સભ્ય બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને સર્જિયો ગોરે કહ્યુ કે બંને દેશો વચ્ચે આ વિષય પર સતત વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે બંને પક્ષ આ ડીલને અંતિમ રૂપ આપવા માટે દ્રઢ સંકલ્પિત છે અને આગામી ઔપચારિક વાતચીત કાલે થવાની છે.
Sponsored
Mobile Ad