રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ગુજરાતની બે મહિલાઓના મોત
રાજસ્થાનના ધોરીમન્ના નજીક રોડ પર ક્રોસ કરતી વખતે એક કારે બંનેને હવામાં ફંગોળતા મોત નિપજ્યા
December 25, 2025
National
જયપુર, તા.૨૫, વાવ થરાદ જિલ્લાના કાંકરેજ તાલુકાની બે મહિલાઓને રાજસ્થાનમાં દિલ દહેલાવે તેવો અકસ્માત નડ્યો છે જેમાં બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. ઘટનાની વિગતો અનુસાર મહિલાઓ રણુજા દર્શન કરીને પરત ફરી રહી હતી જે સમયે રાજસ્થાનના ધોરીમન્ના નજીક રોડ પર ક્રોસ કરતી વખતે એક કારે બંનેને હવામાં ફંગોળી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને મહિલાઓનો જીવ જતો રહ્યો હતો. કાંકરેજ તાલુકાના ડુગરાસણ અને નગોટ ગામની બે મહિલા યાત્રીઓ રણુજા દર્શન કરવા ગઈ હતી. જ્યાંથી પરત ફરતી વખતે રાજસ્થાનના ધોરીમન્ના નજીક એક સ્ટોપ પર બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરતી હતી. તે વેળાએ પુરપાટ ઝડપે આવેલી કારની અડફેટે આવી જતાં ગંભીર ઈજાઓ થઈ હતી. બંને મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થતાં હતા. અકસ્માતની જાણ થતાં રાજસ્થાનના ધોરીમન્ના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા. હાલ રાજસ્થાન પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ આદરી છે. દુર્ઘટનાને પગલે કાંકરેજ પંથકમાં ગમગીની છવાઈ છે. અમદાવાદના અસલાલીથી નારોલ તરફ જતા રોડ પર બુધવારે મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરને ઓવરટેક કરવા જતાં એક બેકાબૂ બનેલી કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં કાર ચલાવી રહેલા ૨૦ વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર તેના ચાર મિત્રોનો ચમત્કારિક બચાવ થયો હતો. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતો હસનેન રફિકભાઈ પટેલ (ઉંમર વર્ષ આશરે ૨૦) ગઈકાલે તારીખ ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ રાત્રે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ તેની કાર (નંબર GJ 27 4175) લઈને ચાર મિત્રો સાથે અસલાલીથી નારોલ તરફ જઈ રહ્યો હતો. લાંબા ટર્નિંગ પહેલાં ‘એર ફીટ‘ના ગોડાઉન સામે હસનેને આગળ જઈ રહેલા એક કન્ટેનર ટ્રકને ડાબી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.
Sponsored
Mobile Ad