ભાજપે સાથ છોડતાં ૨ વર્ષ બાદ કાકા-ભત્રીજાની વચ્ચે ગઠબંધન

પૂણેમાં પણ સાથે મળીને ચૂંટણી લડવાનો ર્નિણય લીધો

December 29, 2025
National
ભાજપે સાથ છોડતાં ૨ વર્ષ બાદ કાકા-ભત્રીજાની વચ્ચે ગઠબંધન
મુંબઈ, તા.૨૯, મહારાષ્ટ્રમાં નગર નિગમની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કાકા શરદ પવારની NCP (શરદ પવાર જૂઠ) એ હવે પૂણેમાં પણ સાથે મળીને ચૂંટણી લડવાનો ર્નિણય લીધો છે. આ પહેલા ડેપ્યુટી સીએમ અજિત પવારે પિંપરી-ચિંચવાડ નગર નિગમની ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી હતી. ડેપ્યુટી સીએમએ રવિવારે કહ્યું હતું કે પરિવાર એક સાથે આવી ગયો છે. સીનિયર પવારના પૌત્ર અને NCP(SP)ના ધારાસભ્ય રોહિત પવારે જણાવ્યું હતું કે, બંને પક્ષો પૂણેમાં પણ સાથે મળીને ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આ ર્નિણય પૂણે અને પિંપરી-ચિંચવાડના કાર્યકરોની ઇચ્છાને કારણે લેવામાં આવ્યો છે, જ્યાં બંને પક્ષોએ ગઠબંધનનું પગલું ભર્યું છે. અજિત પવાર પિંપરી-ચિંચવાડમાં ૧૫ જાન્યુઆરીના રોજ થવા જઈ રહેલી ચૂંટણી માટે પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, પિંપરી-ચિંચવાડ નગર નિગમ ચૂંટણી માટે ઘડિયાળ અને રણશિંગડું એક થઈ ગયા છે. પરિવાર એકજૂટ થયો છે. પવારે પાર્ટીના કાર્યકરોને સખત મહેનત કરવા અને રેલીઓ દરમિયાન કોઈપણ વિવાદાસ્પદ ટિપ્પણીઓ ટાળવા અપીલ કરી.
Sponsored
Mobile Ad