શેરબજારમાં ઊંચા વળતરની લાલચે મહિલા સાથે ૮૬.૭૧ લાખનું ફ્રોડ
આરોપીએ વારંવાર નાણાંની માગ થતા પારૂલબેનને છેતરપિંડીનો અહેસાસ થતા તેઓએ આરોપી સામે પોલીસ ફરિયાદ કરી
January 5, 2026
Ahmedabad
અમદાવાદ, તા.૫, અમદાવાદ સહિત દેશભરમાં સાયબર ગઠિયા નિવૃત્ત લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે જ સિનિયર સિટીઝનને ઠગવાનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. શેરબજારમાં ટૂંકા સમયમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી સેટેલાઈટની નિવૃત્ત મહિલા સાથે ૮૬.૭૧ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતા પારૂલબેન ગોપાણી (૬૧) એક જાણીતી ફાર્મા કંપનીમાં ક્વોલિટી હેડ તરીકે કામ કરતા હતા તેઓ થોડા સમય પહેલા જ નિવૃત્ત થયા છે. થોડા સમય પહેલા પારૂલબેને ફેસબુક પર વિક્રમ કપૂર નામના વ્યક્તિની પ્રોફાઈલ પરથી શેરબજારના રોકાણ સંબંધિત જાહેરાત જાેઈ હતી. ક્લિક કરતા તેઓ એક વ્હોટ્સએપ ગ્રૂપમાં જાેડાયા હતા, જ્યાં વિક્રમે પોતાની ઓળખ એનાલિસ્ટ તરીકે આપી ગ્રૂપમાં એડ કર્યા હતા. ગ્રૂપમાં એડ કરાયા બાદ ઈશિતા પાંડે નામની યુવતીએ કસ્ટમર સપોર્ટ તરીકે પારૂલબેનનો સંપર્ક કર્યાે હતો. તેણે પારૂલબેનને એક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, જેમાં પાનકાર્ડ સહિતની વ્યક્તિગત વિગતો ભરાવી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં આરોપીઓએ પારૂલબેન પાસેથી માત્ર ૫ હજાર રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. એપ્લિકેશનમાં આ રકમ પર નફો થયો હોવાનું બતાવી તેમને ૩૭ હજાર રૂપિયા વિડ્રો કરવાની મંજૂરી આપી હતી. પૈસા ખરેખર બેંક ખાતામાં જમા થતા પારૂલબેનનો આ પ્લેટફોર્મ પર વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. વિશ્વાસ બેસતા પારૂલબેન અને તેમના પતિએ ૫ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર દરમિયાન ટુકડે-ટુકડે કુલ ૮૬.૭૧ લાખ બેંક ખાતાઓમાં જમા કરાવ્યા હતા. એપ્લિકેશનમાં આ રકમ નફા સાથે ઘણી મોટી દેખાતી હતી.
Sponsored
Mobile Ad